પ્રવેશ માટેનાં જરુરી ડોકયુમેન્ટની વિગત:
નર્સરીથી ધોરણ-૧ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ફોર્મની સાથે જમા કરાવવા.
- બર્થ સર્ટીફીકેટ ઓરીજનલ અને ઝેરોક્ષ
- આધાર કાર્ડની ઝેરોક્ષ
- બેંક એકાઉન્ટની ઝેરોક્ષ
- વાલી તથા વિદ્યાર્થીનો એક-એક ફોટો
- બ્લડગ્રુપ
ધોરણ-૨ થી ૮ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ફોર્મની સાથે જમા કરાવવા.
- જૂની શાળા છોડ્યાનું ઓરીજનલ L.C.
- માર્કશીટની ઝેરોક્ષ
- બેંક એકાઉન્ટની ઝેરોક્ષ
- વાલી તથા વિદ્યાર્થીનો એક-એક ફોટો
- બ્લડગ્રુપ
Details of the required documentation for the Admission
From nursery to standard-1, the following document Deposit with the form.
- Birth certificate( original and Xerox)
- Aadharcard(Xerox)
- Bank Account (Xerox)
- Passport size photos of parents and Students
- Blood Group
From standard-2 to 8, the following document Deposit with the form.
- Original Leaving certificate of previous school
- Mark sheet of previous standard
- Aadharcard(Xerox)
- Bank Account (Xerox)
- Passport size photos of parents and Students
- Blood Group
સુચના : માતા-પિતા દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતી ખોટી અથવા અયોગ્ય જોવા મળશેતો પ્રવેશ રદ કરવામાં આવશે.
Admission will be cancelled if the information given by parents If the
પ્રવેશ માટેનાં નિયમો
- વિદ્યાર્થીઓએ હંમેશા સમયસર શાળામાં આવવું. શાળાએ નક્કી કરેલા ગણવેશમાં જ શાળામાં આવવું.
- વિદ્યાર્થીઓએ હંમેશા ગૃહકાર્ય કરવું અને સ્ટાફ તથા શિક્ષકોની આજ્ઞામાં રહેવું.
- શિક્ષણ અંગેના કોઇપણ પ્રશ્નો કે સુચન માટે સંસ્થાની ચીઠ્ઠી મળે એટલે રૂબરૂં મળી જવું.
- અત્રે શાળામાં ભણતા બાળકોને કોઈપણ પ્રકારની નુકશાની થાય કે અકસ્માત થાય તો તેની જવાબદારી સંસ્થા કે સંસ્થાના સ્ટાફની રહેશે નહી.
- અધવચ્ચે સ્કૂલમાંથી કેન્સલ થનાર બાળકને સ્કૂલ ફી રીર્ટન મળશે નહી.
- પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા પાછળથી લેવાશે નહી.
- શાળામાં નક્કી થયા મુજબના એસાઈમેન્ટ, પ્રેકિટકલ કાર્ય , તથા અન્ય શૈક્ષણિકકાર્ય રાબેતા મુજબ કરવાનું રહેશે.
- શાળાની મિલકતને નુકશાન કરનાર વિદ્યાર્થીના વાલીએ નુકશાનની કિંમતચુકવવાની રેહશે.
- કોઈપણ વિદ્યાર્થીને બાઈક, ઘડિયાળ, મોબાઈલ કે કિંમતી દાગીના સાથે શાળામાં મોકલવા નહી. તેમ છતાં જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેની જવાબદારી વાલીશ્રીની રહેશે .
- ચાલુ શાળાએ વાલીએ વર્ગખંડમાં જવું નહી. શાળાએ નક્કી કરેલ મીટિંગ સમયે જ વાલીશ્રીએ વર્ગશિક્ષકને તથા વિષય શિક્ષકને શાળાએ જણાવેલ સમયે રૂબરૂં મળવાનું રહેશે .
- શાળામાં લેવનારી કસોટીઓમાં, પરીક્ષાઓમાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં રૂબરૂં મળવા બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે વાલીએ અચૂક રૂબરૂં મળવા આવવું.
- શાળાના તમામ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તન કરવાનું રહેશે . જો કોઈ વાલી ગેરવર્તણૂક કરશે તો તેના સંતાનને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે.
- આપનું બદલાયેલ સરનામું કે ટેલીફોન નંબરની જાણ તાત્કાલિક વિના વિલંબે શાળાનાં કાર્યાલયમાં કરવાની રહેશે.
- શાળાની સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે રમત-ગમત, લેખન, અભિનય સ્પર્ધાઓ , પર્વોની ઉજવણી , સંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવાસ વગેરે પ્રવૃત્તિમાં બાળકને ભાગ લેવડાવી શાળાને સક્રિય સહકાર આપવો . જેથી શાળા બાળકનો શારીરિક , માનસિક અને બૌદ્ધિક વિકાસ સરળતાથી કરી શકે.
- બાળકને ઓરી, અછબડાં, ગાલ પચોળિયા, કમળો જેવા રોગ થયા હોય તો તેને શાળાએ મોકલશો નહી, તેમજ બિમાર બાળકોની દાકતરી સર્ટીફીકેટ સાથે લેખિત અરજીમાં વાલીએ શાળાને જાણ કરવી.
- ભવિષ્યમાં શાળામાં સંજોગોને આધિન જે નવા નિયમો આવશે તેનું ચુસ્ત અને ચોક્કસપણે પાલન કરવાનું રહેશે.
- સંસ્થા આપના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ કરી તેજસ્વી અને સારો નાગરિક બનાવવા સદા પ્રયત્નશીલ છે. માટે દરેક વાલીઓએ સંસ્થાના દરેક નિયમો ચુસ્તપણે પાળી સંચાલકોને સહકાર આપવો.
- ઉપરના તમામ નિયમો મને અને મારા બાળકને માન્ય છે અને સંપૂર્ણ બંધનકર્તા રહેશે.